KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

શેરબજારમાં સોમવારે MSCI રિબેલેન્સિંગથી થશે મોટો ફેરફાર

ભારતીય શેરબજારમાં 31 ઓગસ્ટના રોજ MSCI રિબેલેન્સિંગથી કેટલાક શેરોમાં લેવાલી તો કેટલાકમાં વેચવાલી જોવા મળી શકે છે

KuberaNow
desk@kuberanowPublished On : 29 Aug 2026
WhatsAppFacebookXLinkedIn
MSCI ઓગસ્ટના રીવ્યુમાં ચાર ભારતીય કંપનીઓને MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં સમાવવામાં આવી છે, જ્યારે ત્રણ કંપનીઓને બહાર કાઢવામાં આવી છે.
MSCI ઓગસ્ટના રીવ્યુમાં ચાર ભારતીય કંપનીઓને MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં સમાવવામાં આવી છે, જ્યારે ત્રણ કંપનીઓને બહાર કાઢવામાં આવી છે.AI Generated Image

મુંબઈઃ ભારતીય શેરબજાર માટે સોમવાર 31 ઓગસ્ટ ફક્ત એક ટ્રેડિંગ સેશન જ નહીં હોય, પરંતુ MSCI રિબેલેન્સિંગના લીધે કેટલાક શેરો પર અચાનક દબાણ વધી શકે છે. તેનું કારણ એ છે કે વિશ્વભરના ઘણા પેસિવ ફંડ અને ઇટીએફ પોતાના પોર્ટફોલિયોને MSCI ઇન્ડેક્સ મુજબ ચલાવે છે. ઇન્ડેક્સમાં કયા શેરનું વજન વધશે અથવા ઘટશે તેના આધારે આ ફંડોએ તે મુજબ ખરીદવેચાણ કરવું પડે છે. આના પગલે સોમવારમાં કામકાજના અંતિમ કલાકોમાં સામાન્ય દિવસોની તુલનાએ વધારે ઓર્ડર જોવા મળી શકે છે. તેની સાથે આ ફેરફાર નવા ક્લોઝિંગ ઓકશન સેશન (CAS) માટે એક મોટો ટેસ્ટ માનવામાં આવે છે.


MSCI રિબેલેન્સિંગ

MSCI રિબેલેન્સિંગ એટલે કે એમએસસીઆઈ પુનઃ સંતુલનને સરળ ભાષામાં સમજીએ તો MSCIના સ્ટોક ઇન્ડાઇસીસમાં સમયાંતરે થતી સમીક્ષા કે પરિવર્તનની પ્રક્રિયા છે. MSCI વિશ્વભરના શેરબજારોમાં મુખ્ય ઇન્ડેક્સ તૈયાર કરનારી સંસ્થા છે. આ ઇન્ડેક્સ વિશ્વભરના મોટા સંસ્થાકીય રોકાણકાર, ઇટીએફ ફંડ્સ અને પેસિવ ફંડના રોકાણનો આધાર બને છે.

તેથી જ્યારે પણ MSCI કોઈ સમીક્ષા પછી કોઈ કંપનીને ઇન્ડેક્સમાં ઉમેરે છે કે બહાર કરે છે ત્યારે તેના વેઇટેજ (ભારાંક)માં ફેરફાર થાય છે. MSCI ઇન્ડેક્સને ટ્રેક કરતાં ફંડ પણ પોતાના પોર્ટફોલિયોમાં તે પ્રકારે જ ફેરફાર કરે છે. આ પ્રક્રિયાને MSCI રિબેલેન્સિંગ પ્રક્રિયા કહેવાય છે.


આ વખતે ભારત માટે શું બદલાયું

MSCI ઓગસ્ટના રીવ્યુમાં ચાર ભારતીય કંપનીઓને MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં સમાવવામાં આવી છે, જ્યારે ત્રણ કંપનીઓને બહાર કાઢવામાં આવી છે. ઇન્ડેક્સમાં સામેલ થયેલી કંપનીઓમાં લૌરસ લેબ્સ, લેન્સકાર્ટ સોલ્યુશન્સ, અદાણી એનર્જી સોલ્યુશન્સ, બિલિયનબ્રેઇન્સ ગેરેજ વેન્ચર્સનો સમાવેશ થાય છે. બિલિયન બ્રેઇન્સ ગેરેજ વેન્ચર્સ ગ્રોની પેરેન્ટ કંપની છે. જ્યારે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, SBI કાર્ડ્સ, એસ્ટ્રલને ઇન્ડેક્સમાંથી બહારનો રસ્તો બતાવાયો છે.


31 ઓગસ્ટ

MSCIના આ ફેરફારને 31 ઓગસ્ટે ભારતીય બજાર બંધ થયા પછી અમલમાં મૂકવામાં આવશે. જ્યારે સંશોધિત ઇન્ડેક્સ પહેલી સપ્ટેમ્બરથી અમલી બનશે. તેથી સોમવારના પ્રથમ સત્ર દરમિયાન ફંડ મેનેજરોને પોતાના પોર્ટફોલિયોને નવી ઇન્ડેક્સ સંરચનાના હિસાબે તૈયાર કરવો પડશે. તેના લીધે કારોબારના અંતિમ તબક્કામાં ઓર્ડરનું પ્રમાણ વધી શકે છે. આ જ કારણ છે કે સોમવારે ક્લોઝિંક ઓક્શન સેશન પર ચાંપતી નજર રહેશે.


કયા-કયા શેરોમાં ખરીદીની સંભાવના

બ્રોકરેજના અનુમાન મુજબ MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં સામેલ થનારી ચાર શેરોમાં સંભવિત પેસિવ ફંડ ફ્લો જુદો-જુદો હોઈ શકે છે. નુવામાના અનુમાન મુજબ લૌરસ લેબ્સમાં 598 મિલિયન, લેન્સકાર્ટમાં 352 મિલિયન, અદાણી એનર્જી સોલ્યુશન્સમાં 310 મિલિયન ડોલર અને ગ્રોની પેરેન્ટ કંપની બિલિયોનરબ્રેઇન્સ ગેરેજ વેન્ચર્સમાં લગભગ 256 મિલિયન ડોલરનું રોકાણ આવી શકે છે. જો કે આ અંદાજિત ઇનફ્લો છે.


બહાર થનારા શેર

MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં બહાર થનારા શેર પર વિપરીત અસર પડી શકે છે. નુવામાના અનુમાન મુજબ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ 169 મિલિયન, એસબીઆઈ કાર્ડ્સમાં લગભગ 143 મિલિયન અને એસ્ટ્રલમાં લગભગ 138 મિલિયન ડોલરનો પેસિવ આઉટફ્લો થવાનો અંદાજ છે. આમ સોમવારે આ શેરોમાં લેવાલી અને વેચવાલીનું દબાણ સામાન્ય શેરોની તુલનાએ વધારે હોઈ શકે છે.


ક્લોઝિંગ ઓકશન સેશન શું છે

ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS) દિવસના અંતે થતી પ્રક્રિયા છે. તેનો હેતુ કોઈપણ શેરનો સત્તાવાર ક્લોઝિંગ પ્રાઇસ નક્કી કરવાનો છે. MSCI જેવા મોટા ઇન્ડેક્સમાં ફેરફારથી મોટા પ્રમાણમાં સંસ્થાકીય ઓર્ડર આવી શકે છે. તેથી CAS સામે પડકાર એ હશે કે તે મોટા ખરીદવેચાણના ઓર્ડરને કઈ રીતે સંભાળે છે અને તેનાથી શેરોની કિંમતમાં મોટો ઉતારચઢાવ આવે છે.

 

 અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM